Placeholder canvas

વાંકાનેર: જાલી બસ સ્ટેશન પાસેથી દેશી બનાવટી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકાનાં જાલી ગામનાં બસ સ્ટેન્ડ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીના આધારે સિટી પોલીસે એક ઈસમ સફેદ કલરની આઈ 20 કાર સાથે દેશી બનાવટી બંધુક અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા

વાંકાનેર સિટી પોલીસ ટીમના નાઈટ પેટ્રોલીંગ ચોક્કસ બાતમી દરમ્યાન ઇન્સ્પેક્ટર બી.ડી. જાડેજા, એ.એસ.આઈ. હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમારને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે વાંકાનેર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી સફેદ કલરની આઈ ટ્વેન્ટી કાર નં. GJ O3 JC 5544 ને રોકી તલાશી લેતા કાર માલિક શૈલેષભાઈ રાજાભાઈ શિહોર ઉંમર વર્ષ 24 રહે કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર વારા લાયસન્સ વગરની દેશી 12 બારબોર નું નાનુ હથિયાર બનાવટીતથા સાથે બે જીવતા કાર્તુશ અને કાર સહિત કુલ રૂ. 1,51,700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરી કરનાર પોલીસ સબ ઈન્સપેકટરશ્રી બી.ડી જાડેજા, એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ અરવિંદભાઈ ધીરજભાઈ, પોલીસ કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, શકતિસિંહ જનકસિંહ જાડેજા, કુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા અને અજીતભાઈ ભુરાભાઈ સોલંકી વિગેરે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમના માણસો જોડાયેલ હતા.

વધુમાં મળેલી માહિતી મુજબ આ આરોપની પત્ની વાંકાનેર તાલુકાના હશનપર ગામના હોય હાલમાં તેઓ તેમના એક પુત્ર સાથે પોતાના પિતાના ઘરે રીસામણે આવેલ છે. આ આરોપી તેમના પુત્રને લેવા માટે હશનપર સાથે બંદૂક લઈને આવી રહ્યો હતો જો આરોપી હશનપર પહોંચી ગયો હોત અને તેમના પુત્રને તેમના સસરાપક્ષે ન આપ્યો હોત અથવા તો કોઈ માથાકૂટ થઇ હોત તો આ વ્યક્તિ આ હથિયારથી ન કરવાનું કરી બેઠો હોત અને કદાચ અઘટિત ઘટના ઘટી હોત પરંતુ આવું કશું જ ન થયું કેમ કે પોલીસે તેમને હશનપર પહોંચે તે પહેલા જ જાલીના બસ સ્ટેન્ડ પાસે જ પકડી લીધો હતો તેથી કોઈ અઘટિત ઘટના ન બની. કહેવાય છે કે પોલીસ હંમેશા મોડી જ પહોંચે છે પરંતુ આ પ્રકરણમાં વાંકાનેર શહેર પોલીસપોલીસ સમયસર નહી પણ વહેલી પહોંચી ગઈ અને પરિણામે વાંકાનેરમાં ન ઘટવા જેવી ઘટના બનતી ટળી ગઈ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી

આ સમાચારને શેર કરો