વાંકાનેર: પલાસ ગામમાં એફપ્રો સંસ્થા દ્વારા ખેડુતો માટે તાલીમ શિબિરનું યોજાઇ

વાંકાનેર તાલુકાના પલાસ ગામમાં એફપ્રો સંસ્થા દ્વારા પલાસ અને પલાસની આસપાસ ગામના જાગૃતિ ખેડુતોને આમંત્રિત કરી ખેડુત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એફપ્રો સંસ્થાના મેનેજર નીતિનકુમાર તથા પિયુ મેનેજર ગુલાબભાઈ સિપાઈ અને પિયુ મેનેજર સૌરભભાઈ પરા આયોજન હેઠળ કેવિકે મોરબીનો સહયોગ લઇને ખેડૂતોને સંકલિત જીવાત નિયંત્રણ, ગુલાબી ઈયળનું નિયંત્રણ તથા જંતુનાશક દવાના ઉપયોગ વખતે સ્વાસ્થ્યની કાળજી બાબતે સંપૂર્ણ પણે ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કપાસની ખેતીમાં બિનજરૂરી ખેતી ખર્ચ ઘટે અને દિવસેને દિવસે જમીન અને પર્યાવરણ બગડતું જાય છે તે અટકાવવા તથા વધુ નુકસાનકારક દવાનો ઉપયોગ અટકાવવા અને ખેડૂતોના સારા હિત માટે એફપ્રો સંસ્થા સતત કામગીરી કરી રહી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HlDOtkYyOh370E7yJ7j6CM

આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
જે મિત્રો પહેલા થી જ કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેમને આ નવા ગ્રુપમાં જોડાવાની જરૂર નથી.

આ સમાચારને શેર કરો