Placeholder canvas

રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે પણ દારૂનો મોટો જથ્થો ઝડપાયો.

રાજકોટ શહેર અને જિલ્લામાં પણ SMC દ્વારા વિદેશી દારૂ અંગે દરોડા પાડ્યા બાદ શહેર અને જિલ્લા પોલીસ સાબદી બની વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી રહી છે. આજે રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. જેમાં શાપર વેરાવળ નજીક પડવલા રોડ પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો હતો જે ટ્રકમાં ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો જો કે ગઇકાલે રૂરલ LCBએ કરેલ દરોડા અને આજે શાપર પોલીસે કરેલ દરોડામાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ દ્વારા પડવલા રોડ પરથી એક ટ્રકના ચોર ખાનામાંથી કુલ 4,668 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી ટ્રક સાથે કુલ 29,05,150 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને મંગાવ્યો હતો અને કોને આપવાનો હતો સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં SMC એ કરેલ દરોડામાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં નવાગામ ખાતે નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું જેને લઇ સ્થાનિક પોલીસની બેદરકારી સબબ કુવાડવા પોલીસ સ્ટેશનના PI ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો