હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ વોટ્સએપ દ્રારા કરી શકાશે.: વોટસએપ નંબર જાણવા વાંચો…
ગાંધીનગર: હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. વોટ્સએપ માટે એક નંબર પણ જાહેર કરાયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.
નવી સરકારમાં જે કાર્યો છે તે સરળ બનાવવા માટે કયા નવા પ્રયોગો કરી શકાય, તેના માટે મુખ્યમંત્રી અને સરકાર કામ કરી છે. જેના ભાગ રુપે મુખ્યમંત્રી કાર્યાલય સાથે હવે સીધુ જ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઇ શકાશે.જેથી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. +91 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રકારે જુદા જુદા વિભાગોની ફરિયાદ છે, અથવા તો અમુક ફરિયાદો એવી હોય છે કે જે પ્રત્યક્ષ રીતે જઇને કરવી જરુરી નથી હોતી. સામાન્ય ફરિયાદથી જ તેને ધ્યાને લાવી શકાય છે.
જેથી તમામ પ્રકારની ફરિયાદો હવે વોટ્સએપના માધ્યમથી કરી શકાશે. સંપર્ક અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. તો તેના જ માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે. સરકાર દ્વારા જે વો્ટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ પ્રકારે અરજી કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.