Placeholder canvas

હળવદ: ચુપડી ગામની સીમમાં જીવતો વીજ વાયર પશુઓ પર પડતા 21ગાય-ભેંસના મોત

હળવદ : હળવદ તાલુકાના સીમાડે આવેલ ચુપણી ગામની સીમમાં મૂળીના રામપરા નજીક ગાયો -ભેંસો ચરાવવા ગયેલા બે માલધારીઓની ગાય – ભેંસ ઉપર જીવતો વીજ વાયર કાળ બનીને ત્રાટકતા 21 ગાય અને ભેંસના મોત થતા માલધારી પરિવાર ઉપર અણધારી આફત આવી પડી છે.

મળેલી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ પોતાની ગાયો – ભેંસોને ચરાવવા માટે સીમ વિસ્તારમાં નીકળ્યા હતા ત્યારે મુળી તાલુકાના રામપરા નજીક સીમમાં અચાનક જ 11 કેવીની વીજલાઇનનો જીવતો તાર તૂટીને ગાય અને ભેંસ ઉપર પડતા 21 નિર્દોષ પશુઓનો ભોગ લેવાયો હતો. આમ આ બન્ને માલધારી પરિવાર ઉપર આફત ઉતરી આવી છે. તેમની રોજી રોટી આ પશુઓ આધારિત હોય એકી સાથે આટલા પશુના મરણ થાતા તેમની રોજી રોટી છીનવાઈ ગઈ છે.

આ સમાચારને શેર કરો