ટંકારા પટેલ સમાજ એશોએશિયન દ્વારા રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

ગુરૂકુલ (આર્ય સમાજ) ખાતે આવતીકાલે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારામાં દયાનંદ ચોક પાસે આવેલ મહર્ષિ દયાનંદ ગુરુકુળ (આર્ય સમાજ) ખાતે નક્ષત્ર મલ્ટીસ્પેશીયાલિટી હોસ્પીટલ મોરબી અને પટેલ સમાજ એસોશીયેશન ટંકારા દ્વારા તા. 17ને રવિવારે સવારે 9-30થી બપોરે 12-30 કલાક સુધી ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ડૉ. મહેન્દ્ર ફેફર, ડૉ. બિરેન પાંડે, ડૉ. અલ્પેશ ફેફર, ડૉ. ભુમી પટેલ, ડૉ. બ્રિન્દા ફેફર, ડૉ. આકાશ સંપટ અને ડૉ. ભાવેશ શેરસીયા સેવા આવશે.

કેમ્પનો લાભ લેવા નામ નોંધાવવા માટે મો. 75020 62222 પર સંપર્ક કરવાનો રહેશે. કેમ્પમાં ફ્રીમાં ડોકટરનું કન્સલસ્ટેશન, બી.પી., વજન, મશીન દ્વારા આંખની તપાસ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં સુગરનો રિપોર્ટ કરી આપવામાં આવશે. કેમ્પમાં જરૂરીયાત દર્દિઓને ફ્રીમાં BMD (હાડકાની ઘનતા) કરી આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો