Placeholder canvas

ટંકારા: 480 ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બોલેરો ઝડપાઇ

ટંકારા પોલીસ બાતમીના આધારે ટંકારા નજીકથી 480 ઈંગ્લીશ દારૂની બોટલ ભરેલી બોલેરો કારને ઝડપી લીધી હતી. ટંકારા પોલીસે રેડ કરીને દારૂ, કાર સહિત કુલ રૂ.3.50 લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટાફે નક્કર હકીકતના આધારે દારૂ ભરેલી બોલેરો કારને ઝડપી લીધી હતી.જેમાં જી.જે.07 વાય.ઝેડ.2536 નંબરની બોલેરો કારની તલાશી લેતા વહીસ્કીની બોટલ નંગ-420 કી. રૂ.126000 તેમજ અન્ય વિદેશી દારૂની બોટલ નંગ-60 કી. રૂ.24000 મળી આવતા પોલીસે દારૂ તેમજ બોલેરો ગાડી મળીને કુલ રૂ. 350000 નો મુદામાલ કબ્જે કર્યો છે.

આ સમાચારને શેર કરો