skip to content

માણેકવાડા પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા અને બગથળા કુમાર તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી: આજ રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા મોરબી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાની માણેકવાડા પ્રાથમિક શાળામાં નિબંધલેખન સ્પર્ધા અને બગથળા કુમાર તાલુકા શાળામાં ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ બંન્ને શાળામાં ધોરણ ૬ થી ૮ સુધીના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતિય અને તૃતીય વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શાળામાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સભ્ય તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિનાં ફાયદા તથા COTPA – 2003 અંગે માહિતી આપવામાં આવી તથા પ્રા.આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફીસર ડો.હીરેન વાસદડીયા દ્વારા તમાકુથી થતા શારીરિક નુકસાન અંગે વિદ્યાર્થીઓને માહીતગાર કર્યા હતા આ ઉપરાંત કાર્યક્રમમાં પ્રા.આ.કેન્દ્ર બગથળાના MPHW જગદીશભાઇ પરમાર પણ ઉપસ્થિત રહીયા હતા અંતે શાળાના આચાર્ય સાહેબ દ્વારા બાળકોને વ્યસન ઝિંદગીમાં કયારેય ન કરવા અંગે સુચન કર્યું હતુ અને સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો