Placeholder canvas

જામનગર જિલ્લામાં ભૂકંપના બે આંચકાઓ

જામનગર જિલ્લામાં ભૂકંપના આંચકાઓ બંધ થવાનું નામ નથી લેતા હવે તો જામનગરની સાથે કચ્છ સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા શરૂ થયા છે. જેનાથી ગ્રામજનો પણ હવે ભૂકંપના લીધે ભારે ચિંતીત બન્યા છે.

ગઈ કાલે જામનગર જિલ્લામાં ભૂકંપના આંચકાઓ સિસ્મોલોજી વિભાગમાં નોંધાયા હતા. જેમાં 18-11-2019ના રાત્રે 11:21 મીનીટે 2.9ની રિચર્સ સ્કેલનો આંચકો નોંધાયો હતો. બીજો ભૂકંપનો આંચકો 19-11-2019 રાત્રે 3.18 મીનીટે ગ્રામજનો જયારે મીઠી નીંદર માણી રહ્યા હતા. ત્યારે 2.2ની રીયર્સ સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.

જયારે જામનગર જિલ્લામાં ભૂકંપ જે આવે છે તેનો સમયગાળો થોડો હોય છે. આ સાથે તિવ્રતા પણ પ્રમાણમાં 2.9થી 3.00ની અંદર રહે છે. જો કે ભૂકંપ અંગે સરકારી તંત્ર જાગ્યુ છે અને ભૂકંપ આવે ત્યારે શું કરવુ તેની માર્ગદર્શીકા જાહેર કરી છે.

આ સમાચારને શેર કરો