વાંકાનેર: હોલમાતા મંદિર હોલમઢ દ્વારા રૂા.1 લાખનું દાન

વાંકાનેર: આજે કોરોનાવાયરસની મહામારી સમગ્ર ભારતમાં ફેલાઈ રહી છે ત્યારે મોટા ઉદ્યોગગૃહો, સામાજિક સંસ્થાઓ ,ધાર્મિક સંસ્થાઓ અને વ્યક્તિગત દાન મુખ્યમંત્રી રાહત ફંડ માં આપવામાં આવી રહ્યું છે. આમ સમગ્ર રાજ્ય અને દેશમાં આ મહામારીમાં લોકોને તબીબી સેવા અને લોક્ડાઉન દરમિયાન ખાવા-પીવાનું મળી રહે તે માટે સરકારને લોકો દ્વારા ખૂબ સારો આર્થિક સહયોગ મળી રહ્યો છે.

મુખ્યમંત્રી રાહત ફંડમાં હોલમાતા મંદિર હોલમઢ દ્વારા વાંકાનેરના પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને રૂપિયા એક લાખનો ચેક મંદિરના સંચાલકો દ્વારા આપવામાં આવ્યો હતો હોલમાતા મંદિર માત્ર ધાર્મિક જ નહીં. પરંતુ સામાજિક ઉતરદાયિત્વ સમાજીને આજે સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારી સાથે લડવા અને બચવા ઝઝુમી રહ્યું છે. ત્યારે વાંકાનેર નું હોલમાતા મંદિર પણ તેમાં આર્થિક સહયોગ આપી પોતાનું યોગદાન આપેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો