ગુજરાતનો પ્રથમ કોરોના પોઝિટિવ રાજકોટના નદીમને આજે કરાશે ડિસચાર્જ

૧૪ દિવસની સઘન સારવાર બની કામયાબ આજે સવારે કરાશે ડીસ્ચાર્જ….

રાજકોટ: સમગ્ર ગુજરાત અને રાજકોટમાં પ્રથમ કોરોના વાયરસ કેસ નદીમ કાસમભાઈ (રહે જંગલેશ્વર રાજકોટ),નદીમ ફેબ્રુઆરી માસમાં મક્કા મદીના ગયેલ હોય ત્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ સુખી ખાસી અને શ્વાસ લેવા જેવો પ્રોબ્લેમ થતો હોય, તેમને ગત ૧૭ તારીખ ના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તારીખ 18 ના રોજ તેમનો રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો હતો અને તારીખ ૧૯ ના રોજ તેમને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

ત્યારબાદ નદીમ ને આઈસોલેશન વોર્ડમાં રાખી ડોક્ટરની ટીમ દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી, તેમના અલગ-અલગ ૫ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં ગત તારીખ ૩૧ અને ૧લી તારીખ નો રિપોર્ટ નેગેટીવ આવતા આજે નદીમને ડિસ્ચાર્જ કરવામાં આવશે, વિડિયો કોન્ફરન્સ દ્વારા સાઇકિયાટ્રિસ્ટ દ્વારા તેમની મનોસ્થિતિ પણ ચેક કરવામાં આવી છે, હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોય તેમને રજા આપવામાં આવશે તેમ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને સિવિલ અધિક્ષક ડોક્ટર મનીષ મહેતા જણાવ્યુ હતુ.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો