વાંકાનેર: કોઠી ગામમાં એક કોરોના શંકાસ્પદ કેસ, આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો
વાંકાનેર તાલુકાના કોઠી ગામે એક યુવાનને શરદી તાવ માથું દુખવાના લક્ષણો જણાતા અને તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરતની હોવાથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે.
આ યુવાનની માહિતી મળતા જ વાંકાનેરના આરોગ્ય વિભાગનો સ્ટાફ કોઠી દોડી ગયો હતો અને યુવાનને તપાસીને તેમને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતો. તેમના સેમ્પલ લઇને રાજકોટ મોકલવાની કામગીરી હાથ ધરી છે, જેમનો કાલ સાંજ સુધીમાં તેમનો રિપોર્ટ આવી જશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે કોઠીની આ વ્યક્તિ અને તેની સાથે સમઢીયાળા ગામની એક વ્યક્તિ વાંકાનેર થી ઘઉં ભરીને સુરત ગયા હતા, જ્યારે પરત ફર્યા ત્યારે કોઠીના વ્યક્તિમાં તાવ શરદી અને માથું દુખવાના લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે જ્યારે સમઢીયાળાની વ્યક્તિમાં કોઈ લક્ષણ ન જણાતા આગમચેતીના ભાગરૂપે તેમને હોમ કોરોનટાઇન કરવામાં આવેલ છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…