Placeholder canvas

જીયાણા ગામે જમાઈએ સાસુને લાકડી મારીને હત્યા કરી: હત્યારાની શોધખોળ

રાજકોટ: રાજકોટ તાલુકાના જીયાણા ગામે પુત્રીને ત્રાસ આપનાર જમાઈને સમજાવવા ગયેલા પ્રૌઢાને જમાઈએ લાકડીના બે ઘા મારી હત્યા કરી નાખી હતી. આ અંગે કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ હત્યા કરનાર પૌઢાના જમાઈને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ કુવાડવા તાબેના જીયાણા ગામે કુંવરબેન વાલાભાઈ સાડમીયા (ઉ.વ.50) નામના પ્રૌઢાને ગઈકાલે બપોરના જમાઈ ગગજી સામંતભાઈ જખાણીયાએ લાકડીના બે ઘા માથામા ફટકારતા પ્રૌઢાને ગંભીર હાલતમાં કુવાડવા આરોગ્ય કેન્દ્ર બાદમાં વધુ સારવાર માટે રાજકોટના સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમનુ ટુંકી સારવાર બાદ મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. ઘટનાના પગલે કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ તાકીદે હોસ્પીટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો.

બનાવની વધુમાં જાણવા મળતી વિગત મુજબ હત્યાનો ભોગ બનનાર કુંવરબેન બામણબોર ગુંદાળા બાયપાસ ઝુપડામાં રહેતા હતા. પણ વાલાભાઈ માલઢોરનું કામ કરે છે. સંતાનમાં પાંચ પુત્ર બે પુત્રી છે. ગઈકાલે તે તેના પુત્ર વિપુલ સાથે ગૌવરીદડ તેના સસરાના ઘરે ગયા હતા ત્યાંથી પરત ફરતા સમયે ગૌવરીદડ રોડ પર વિપુલની બહેન ચોથીબેને તેમને રોકી પતિ ગગજી દારૂ પીને મારકુટ કરતો હોવાનું જણાવતા કુંવરબેન જમાઈને સમજાવવા ગયા હતા. જેથી ગગજીએ ઉશ્કેરાઈ લાકડીના બે ઘા ફટકારી દીધા હતા. બનાવ અંગે કુવાડવા પોલીસે ગુનો નોંધી હત્યા કરી નાસી ગયેલા ગગજી જખાણીયાની શોધખોળ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ કુવાડવા પોલીસ મથકના પીઆઈ એમ.સી.વાળા ચલાવી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો