હાશ: વાંકાનેર મોમીન શેરીના કોરોનાના શંકાસ્પદ મહિલાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ
વાંકાનેર: મોમીન શેરીમાં રહેતા ૪૫ વર્ષીય એક મહિલામાં ગઈ કાલે કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓ ને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાંથી તબીબી સ્ટાફે તપાસીને રાજકોટ રીફર કરીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ નેગેટિવ આવતા વાંકાનેર વાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.
મળેલ માહિતી મુજબ વાંકાનેરની મોમીન શેરીમાં રહેતા ૪૫ વર્ષીય મહિલાને થોડાક કેટલાક દિવસથી તાવ આવતો હતો તેમને ગઈ કાલે શ્વાસ લેવામાં તકલીફ પડતાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસતાં તેમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને રાજકોટ રીફર કરીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે રાજકોટમાં તેમના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેમનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્ર અને વાંકાનેર વાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગઈકાલે મોડી રાત્રે કપ્તાનમાં સૌપ્રથમ આ શંકાસ્પદ કેસના ન્યુઝ અપલોડ થયા હતા અને આજે સવારથી જ વાચકો સતત વોટ્સએપથી મેસેજ દ્વારા અથવા તો ટેલિફોનિક પૂછપરછ કરી રહ્યા હતા કે પેલા શંકાસ્પદ નો રિપોર્ટ આવ્યો ? હવે તેમનો રિપોર્ટ નેગેટીવ આવતા લોકોને ધરપત થશે.
કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો…
એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews