skip to content

વાંકાનેર: કિશ્વા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા UPSC/GPSC માટેનો સેમીનાર યોજાયો.

વાંકાનેર: કિશ્વા એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેર આશિયાના જમાતખાના ખાતે UPSC/GPSC માટેનો સેમીનાર યોજાયો હતો.

આ કાર્યક્રમની શરૂઆત તાહિરભાઈ મેસાણીયા દ્વારા કુરાન શરીફની તિલાવત દ્વારા કરવામાં આવી હતી, ત્યાર બાદ અઝહરુદ્દીનભાઈ બાદી દ્વારા આવેલ મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો અને આવેલ મહેમાનોનું કિતાબ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

મુસ્તાકભાઈ બાદી દ્વારા આજના કાર્યક્રમ સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ફિરોઝભાઈ માથકીયા દ્વારા કિશ્વા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરી વિશેની માહિતી આપવામાં આવી હતી.

આજના કાર્યક્રમની જરૂરિયાત શા માટે તેના વિશે વાત કરતાં ઉસ્માનગનીભાઈ શેરસીયાએ જણાવ્યું હતું કે આજના હરીફાઈના યુગમાં આપણે આવતાં ૭ વર્ષમાં કેટલા IAS હોવા જોઈએ તે ટાર્ગેટ નક્કી કરવા પડશે અને તેના માટે સમાજના જાગૃત લોકોએ આવા ઉમેદવારોને માર્ગદર્શન આપવું પડશે.

મહેબૂબભાઈ સુમરા દ્વારા UPSC માટેની તૈયારીઓ કેવી રીતે કરવી અને તે માટે ક્યાં પુસ્તકો વાંચવા અને ક્ઇ યુટબ ચેનલો પર લેક્ચર જોવા અને પ્રલીમિન્ટ્રી પરીક્ષા અને મેન્સ પરીક્ષા માટેની તૈયારી કઈ રીતે કરવી અને પરીક્ષા માટે ૪ વર્ષ જેવી તૈયારી કરવી જોઈએ. આ પરીક્ષાઓની તૈયારીઓ કરતાં તમને એવું પણ થશે કે હવે પરીક્ષા નથી આપવી પણ ત્યારે પણ હતાશ થયા વિના ઉત્સાહ સાથે તૈયારી કરવાની છે. UPSC ની પરીક્ષા માટે કંઈ ભાષા રાખવી, તેમજ અભ્યાસમાં ધો. ૧૦ પછી ક્યાં પ્રવાહમાં જવું જોઈએ તેના વિશે માહિતી આપી હતી.

ત્યાર બાદ અબ્દુલકાદિરભાઈ હમદાની દ્વારા વિદ્યાર્થીઓને કામિયાબી અને મંઝિલ બંને વચ્ચે શું ફર્ક છે કામિયાબી કોને કહેવાય તેની સમજ આપી હતી. જ્યારે સુફિયાનભાઈ દ્વારા UPSC ઉતીર્ણ થયા પછી IAS, IPS, IRS અને IFS માં પોસ્ટિંગ મળે છે તેની સમજ આપી હતી અને UPSC પરીક્ષા પહેલાં વિચારવાનું કે આ છેલ્લો ચાન્સ છે અને પરિણામ વખતે વિચારવાનું કે આ પહેલો પ્રયત્ન હતો, આમ તમે હતાશાથી દુર રહેશો. બીજું કે તેમને UPSC પરીક્ષા આપતી વખતે જે મુશ્કેલીઓ આવી હતી તેની કઈ રીતે કાળજી રાખવી તેના પર વાત કરી હતી.

આ કાર્યક્રમનું સંચાલન શાહબુદ્દીનભાઈ બાદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ તોસિફભાઈ બાદી દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશ્વા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના લોકોએ જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો