skip to content

વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો અને તેમના પરીવાર માટે રવીવાર સાંજે આનંદોત્સવ અને ભોજન સમારોહ.

સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સાથે સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ.

રાજકોટ: લોહીની વારસાગત, જીવલેણ બિમારી થેલેસેમીયાનો ભોગ બનેલા કુમળા ફુલ જેવા થેલેસેમીયા પીડીત બાળકો તેમજ તેમના સમગ્ર પરિવાર માટે પુનીત રાજેશભાઈ સેજપાલ, પારેખ પરીવાર, વૈધશ્રી સ્વ શીવલાલભાઈ ગોહેલ પરીવાર, રંજનબેન મનસુખભાઈ લાલ, લતાબેન મધુભાઈ પોપટ દ્વારા રવીવાર, તા. ૯, એપ્રીલ, સાંજે ૫–૦૦ કલાકે થી (સમયસર), મોઢવણિક બોર્ડિંગ, ૫–રજપુતપરા, રાજકોટ ખાતે આનંદોત્સવ તથા તમામ થેલેસેમીયા પીડીત બાળકો તથા તેમના પરીવારજનો માટે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું છે. તમામ બાળકોને સંગીતમય શૈલીમાં વિવિધ ગેમ્સ રમાડવામાં આવશે અને વિવિધ આકર્ષક ગીફટો પણ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં સૌ થેલેસેમીક બાળકોને પરીવાર સહ સમયસર ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ અપાયું છે. સમગ્ર આયોજન અંગે અનુપમ દોશી, મિતલ ખેતાણી, સુરેશભાઈ બાટવીયા, હિતેષભાઈ બાલાજી, ડો. રવિ ધાનાણી, લતાબેન પોપટ, ઉપેનભાઈ મોદી, હસુભાઈ રાચ્છ, હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, પરસોતમભાઈ વેકરીયા, મનોજભાઈ ચૌહાણ, મિતુલભાઈ લાલ, હિરેનભાઈ લાલ, હિતેષભાઈ ગણાત્રા, લલીતભાઈ પુજારા, પ્રાગજીભાઈ કાકડીયા, શૈલેષભાઈ ચૌહાણ, જયરામભાઈ પટેલ, જીતુલભાઈ કોટેચા, ફાલ્ગુનીબેન હિંડોચા, મિત ખખ્ખર, વિનેશભાઈ હિંડોચા, રસીલાબેન ઔંધીયા, જયોતીબેન બાટવીયા, અનીલભાઈ કવા, પરીમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, નૈષધભાઈ વોરા, ભાસ્કરભાઈ પારેખ, મહેશભાઈ જીવરાજાની, કિશોરસિંહ બારડ, દિગુભા બારડ, અરવિંદભાઈ પારેખ, દશરથભાઈ પારેખ, સંદીપભાઈ પાલા, ધર્મેશભાઈ સોની, કેતનભાઈ બોરીયા, દિનેશભાઈ ધામેચા, જે.જે. પોપટ, મયુરભાઈ મહેતા, ધર્મેશભાઈ સાકરીયા, પંકજભાઈ ગોહેલ, રાહુલભાઈ ગોહેલ, ધૈર્ય રાજદેવ, હંસાબેન રાજદેવ, હિતેષ સવાણી, મીતેષભાઈ ઓંઘીયા, વિપુલભાઈ ભટ્ટ, કૃપાલીબેન ખખ્ખર, મહેશભાઈ વ્યાસ વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

વિશેષ માહિતી માટે વિવેકાનંદ યુથ કલબનાં અનુપમ દોશી મો. ૯૪૨૮૨ ૩૩૭૯૬, મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, સુરેશભાઈ બાટવીયા મો.૯૪૨૮૨ ૫૬૨૬૨ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો