Placeholder canvas

ચોટીલામાં વોર્ડ નં.2માં પાણી પ્રશ્ને સદસ્ય અને રહેવાસીઓ આમને સામને: વિડીયો વાયરલ

ચોટીલાના વોર્ડ નંબર-2ની જનતા તમામ સુવિધાઓને લઈ અને ત્રાહીમામ પોકારી ઊઠી છે ત્યારે વોર્ડ નંબર 2 ના સદસ્યને રજૂઆત કરવા જતા રજૂઆત ઉપર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતા જનતામાં ભારે રોષ છવાયો હતો અને સદસ્ય અને જનતા અમને સામને આવી ગયા હતા, જેમાં સદસ્યની બોલતી બંધ થઈ ગઈ હોવાનું આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

આ વિસ્તારમાં વસતા રહેવાસીઓ છેલ્લા ચાર વર્ષથી પાણીના ટેન્કર મંગાવતા હોવાના વીડિયોમાં આક્ષેપો કરવામાં આવ્યા છે અને ગટર સહિતની સુવિધાઓ આપવા બાબતની રજૂઆત કરવા માટે ચોટીલામાં વોર્ડ નંબર-2 ના સદસ્યના નિવાસસ્થાને લતાવાસીઓ પહોંચ્યા હતા ત્યારે વ્યવસ્થિત જવાબ ન દેવાના કારણે સદસ્ય અને આ વિસ્તારના રહેવાસીઓ આમને સામને આવી ગયા હતા.

અનેક પ્રકારના આક્ષેપો સાથે સદસ્યને ઘેર આવું કરી અને તેને રજૂઆત કરવામાં આવી રજૂઆતમાં મહિલાઓ જણાવી રહી છે કે છેલ્લા ચાર વર્ષથી પોતે આ વિસ્તારમાં પાણીના ટેન્કરો મંગાવે છે અને જે પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે તે પીવા કે નાહવા લાયક ન હોવાનું અને દુર્ગંધવાળુ પાણી આવતું હોવાનું આ વિસ્તારની મહિલાઓ જણાવી રહી છે ત્યારે રોસ સાથે મહિલાઓ આજે નંબર 2 ના સદસ્યના ઘરે પહોંચી હતી અને રજૂઆતો કરવામાં આવતા રજૂઆતો ન સાંભળતા ભારે દેકારો બોલ્યો હતો.

આ સમાચારને શેર કરો