Placeholder canvas

લોકોને થાય છે ધક્કા : આયુષ્યમાન કાર્ડની વેબસાઈડ એક અઠવાડિયાથી બંધ !

વાંકાનેર: ગરીબો અને મધ્યમ વર્ગો માટે આશીર્વાદરૂપ આયુષ્માન કાર્ડ બની રહ્યું છે, ત્યારે સરકાર તરફથી પણ હમણાં હમણાં ગ્રામ્ય કક્ષાએ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના કેમ્પોનું આયોજન થયા હતા અને આ આયુષ્યમાન કાર્ડ માટે તાલુકાના અધિકારીઓ અને આરોગ્ય વિભાગ અભિયાન ચલાવતા હતા.પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આયુષ્યમાન કાર્ડની વેબસાઈટ છેલ્લા એક અઠવાડિયા થી બંધ છે. આયુષ્યમાન કાર્ડની કોઈ કામગીરી થઈ શકતી નથી.

તંત્રના પ્રચાર પ્રસારથી અને અનુભવેથી લોકોમાં હવે જાગૃતિ આવી રહી છે અને સ્વયંભૂ રીતે પણ આયુષ્માન કઢાવવા લોકો વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે, ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી વેબસાઈટ બંધ હોવાના કારણે શહેરના કોઈ ખૂણેથી કે દૂરના કોઈ ગામડેથી આવેલા વ્યક્તિઓને ધર્મના ધક્કા થઈ રહ્યા છે.

આ બાબતે જવાબદાર અધિકારીઓએ અને અમુક પદાધિકારીઓએ પણ ઉપર લેવલે રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી તેમનું કોઈ પરિણામ મળેલ નથી. આ પરિસ્થિતિના પરિણામો એવા સામે આવે છે કે દૂરથી આવેલા લોકો આયુષ્યમાન કાર્ડ કાઢનાર આરોગ્ય મિત્ર સાથે માથાકૂટ કરે છે અને તે જ કાર્ડ નથી કાઢી આપતા તેવું તેમને લાગી રહ્યું છે. આમ આરોગ્ય મિત્રો પણ હવે આ પરિસ્થિતિ થાકી જાય એ સ્વાભાવિક છે.

ચૂંટણી માથે છે ત્યારે સરકારે શરૂ કરેલ આ લોકોની સુવિધાનો વધુમાં વધુ લાભ ખાટવા પ્રચાર પ્રસાર કરે છે અને મોટા મોટા બૂંગિયા ફેંકે છે ત્યારે છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી આયુષ્માન કાર્ડની વેબસાઈટ બંધ છે તે મેન્ટેનન્સ કરીને ચાલુ કરાવવાની ત્રેવટ નથી…!!! એ હવે સ્પષ્ટ થઈ ગયું છે. અત્યારે આયુષ્યમાન કાર્ડ માટે લોકો ધક્કા ખાય છે એનું પરિણામ સરકારે મત પેટીમાં ન ભોગવવું પડે એ માટે આ ગરીબો અને મધ્યમ વર્ગી માટે આશીર્વાદરૂપ યોજના આયુષ્યમાન કાર્ડ જલ્દીથી જલ્દી કાઢવાનું શરૂ થઈ શકે તે માટે વેબસાઈટ શરૂ કરવી જોઈએ નહિતર લોકો હવે આ સરકારથી ગળે તો આવી ગયા છે, એ ધ્યાનમાં હોવું જોઈએ અને ન ભૂલવું જોઈએ એ એમના હિતમાં છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ
આ સમાચારને શેર કરો