skip to content

મૂળીના ટીકર ગામે વિદ્યાર્થીઓએ ઇકોફ્રેનલી માટીના ગણપતિ બનાવી પર્યાવરણ બચાવવા સંદેશો આપ્યો.

By ભરતભાઇ પારેખ-સરા
મૂળી તાલુકાના ટીકર(પરમાર )ગામે આવેલ વીર શહિદ ડી ડી ચૌહાણ શાળાના આચાર્ય મેહુલભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ ધો-6 થી ધો-8 ના વિદ્યાર્થીઓએ માટી તેમજ ઇકોફ્રેનલી વડે કલાત્મક ગણપતિજીની મુર્તિઓ બનાવી પુજા અર્ચના કરીને, લોકોને પર્યાવરણ બચાવવા પ્લાસ્ટીક અને પી..ઓ.પી.ની ગણપતિજીની મુર્તિ ન ખરીદવા પર્યાવરણ બચાવવા સંદેશો આપ્યો હતો.

શાળાના શિક્ષક બળવંતભાઇ કાલીયાએ જણાવ્યા મુજબ માટીના ગણપતિજીની મુર્તિ પંચતત્વો જમીન વાયુ અગ્નિ જળ અને આકાશમા રહેલ અંશ રહેલા હોય છે વિદ્યાર્થીઓએ કલાત્મક ગણપતિજીની મુર્તિઓ બનાવી તેમની કલા ઉજાગર કરી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો