Placeholder canvas

મોરબીના સો ઓરડીમાં વિસ્તારમાંથી ગુમ થયેલી બંને તરુણી હેમખેમ મળી આવી 

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી બે તરુણી એકસાથે ગુમ થઇ હોય જે બનાવની પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જે બંને તરુણીઓ હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે તેમજ પોલીસની કામગીરીને પણ બિરદાવી છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી પાસે રહેતી મહિમા અને સ્નેહા એમ બે બહેનપણી એકસાથે ગુમ થઇ હતી ગત તા. ૩૧ ઓગસ્ટના રોજ ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી હોય જે બનાવ મામલે તરુણીના પિતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે બનાવની ગંભીરતા પારખી તુરંત એક્શનમાં આવી તપાસ ચલાવી હતી બી ડીવીઝન પીઆઈ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળની ટીમે તપાસ ચલાવી હતી જેમાં હાઈવે નજીકથી બંને તરુણીઓ મળી આવી હતી જેથી પરિવારને સોપવામાં આવી છે

બે તરુણીઓ હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને પોલીસની કામગીરીને બિરદાવી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો જોકે બંને તરુણીઓ ક્યાં કારણોસર ઘરેથી નીકળી ગઈ હતી અને ઘરેથી નીકળ્યા બાદ ક્યાં ગઈ હતી તે અંગે કાઈ બોલતી નથી જેથી પોલીસે તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો