Placeholder canvas

વાંકાનેર:ચાવડીચોકમાં આવેલી તૈયબી મસ્જિદમાં તોડફોડ કરી: ગુન્હો નોંધાયો.

વાંકાનેર: ચાવડીચોકમાં આવેલી વ્હોરા સમાજની તૈયબી મસ્જિદમાં ગઈકાલ બપોરના સમયે પરપ્રાંતીય અસામાજિક તત્વો માનસિક બિમારીનો ત્રાગ રચી ઘુસી જઈને મસ્જિદમાં ઘોકા વડે તોડફોડ કરી વાંકાનેર તાલુકો મિશન હાલનું વાતાવરણ વગાડવાનો અને કોમી આરાજકતા ફેલાવવાના નાપાક મનસૂબા સાથે મસ્જિદમાં તોડફોડ કરી હતી. લોકોએ આ શખ્સને પકડી પોલીસ હવાલે કર્યો હતો….

બનાવની મળેલ માહિતી મુજબ ચાવડીચોકમાં આવેલ વ્હોરા સમાજની તૈયબી મસ્જિદમાં ગઇકાલ બપોરના સમયે મની‌ષભાઈ શાહ (રહે. ગોપાલગંજ, બિહાર) નામનો પરપ્રાંતીય શખ્સ ઘૂસી આવ્યો હતો અને તેણે ઘોકા વડે મસ્જિદમાં બારી, ઘડીયાર અને દરવાજાને તોડફોડ કરી નુકસાન પહોંચાડી ગાળો બોલી, હલ્લો મચાવી હતો. દેકારો થતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને માનસિક બિમાર હોવાનો ત્રાગ રચી કોમી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરનાર આ શખ્સને પકડી પાડી વાંકાનેર સીટી પોલીસને હવાલે કર્યો હતો.

વધુમાં મળેલી માહિતી મુજબ આ આરોપી શખ્સે ચાવડીચોકમાં મસ્જિદમાં તોડફોડ કર્યા પહેલા રસાલારોડ પર આવેલ જોરાવરપીરની દરગાહ ખાતે પણ આવું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમને નિષ્ફળતા મળી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 447, 427, 504 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાંકાનેરની કોમી શાંતિ અને સૌહાર્દના વાતાવરણને બગાડનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. વાંકાનેરનું કોમી ભાઇચારાનું વાતાવરણ બગાડવા જેવા જઘન્ય કૃત્ય કરનાર કોઈપણ જ્ઞાતિનો હોય, કોઈપણ સમાજનો હોય કે કોઈ પણ ધર્મનો હોય તેમની સામે કળકમાં કળક કામગીરી થવી જોઈએ એટલું જ નહીં પણ કળક સરભરા પણ થવી જોઈએ જેથી અન્ય વ્યક્તિ આવું કૃત્ય કરતા પહેલા સાતવાર વિચારવું જોઈએ.

વાંકાનેરનો ઈતિહાસ કોમી ભાઈચારાનો છે,શાંતિ અને સલામતી નો છે, અહીંયા દરેક કોમ જ્ઞાતી અને ધર્મના લોકો હળીમળીને રહે છે, એકબીજાના તહેવારમાં સામેલ થાય છે અને સહયોગ પણ આપે છે. તાજેતરનું ઉદાહરણ જુઓ તો વાંકાનેરમાં શાહબાવાના ઉર્ષમાં દરગાહની નજીકમાં આવેલી હિન્દુ સમાજની વાડીમાં ઉર્ષનો જમણવાર થાય છે. આવા આપણા કોમી એકતા અને ભાઇચારાના વાંકાનેરી વાતાવરણને ને કોઈ તોડવાની કોશિશ કરે, બગાડવાની કોશિશ કરે તો એમને સાખી ન લેવુ જોઈએ પોલીસે કળક હાથે તેમની સામે કામગીરી કરવી જોઈએ. એવી વાંકાનેરના સમજદાર લોકોની પણ માંગ છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/CHRcdf3A9ymG3TS54CvHjf

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આજે રાત્રે 8:35 વાગ્યે 12 સાયન્સમાં મોરબી જિલ્લામાં પ્રથમ આવેલ રમેશ ગમારાનું ઇન્ટરવ્યુ જુવો કપ્તાન લાઈવમાં…

આ લાઈવ જોવા માટે કપ્તાનનું ફેસબુક પેઇજ લાઈક અને ફોલોવ કરો.. અને નીચેની લિંક પર ક્લિક કરો…

https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો