Placeholder canvas

૧૨ સાયન્સમાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાને વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલનો વિધાર્થી રમેશ ગમારા: જાણો ટોપ-10

તાજેતરમાં આવેલા 12 સાયન્સના પરિણામમાં તાલુકાના ટોપ ટેન જાહેર થતા હોય છે ત્યારે મોરબી જીલ્લાનું ટોપ-10 જાહેર થાય તો લોકોને ખ્યાલ આવે કે કયા તાલુકાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે. જેથી આ વર્ષે કપ્તાન ન્યૂઝે મોરબી જીલ્લાનું ટોપ ટેન જાહેર કરવાનું નક્કી કર્યું અને ખાસી મહેનત બાદ ટોપ ટેન તૈયાર થયું છે.

મોરબી જિલ્લાના ટોપટેનમાં વાંકાનેર તાલુકાના બે વિદ્યાર્થીનો સમાવેશ થયો છે અને જેમાં નવી કલાવડી ગામના આર્થિક રીતે નબળા,ભરવાડ પરિવારનો વિદ્યાર્થી રમેશ ગમારાએ મોરબી જિલ્લામા પ્રથમ સ્થાન મેળવ્યું છે. મોરબી તાલુકાના 10 વિદ્યાર્થીઓ અને હળવદ તાલુકાના ત્રણ વિદ્યાર્થીનો મોરબી જિલ્લાના ટોપટેનમાં સમાવેશ થયો છે.

સ્કૂલ વાઇઝ જોઈએ તો વાંકાનેની જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીએ સમગ્ર મોરબી જિલ્લામાં મેદાન માર્યું છે અને સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે મોર્ડન સ્કુલના વિદ્યાર્થીએ નવમું સ્થાન મળ્યું છે. જ્યારે મોરબીના વિરપરમાં આવેલી નાલંદા સ્કૂલ ના ચાર વિદ્યાર્થીઓ અને મોરબીની નવયુગ અને નિર્મળ સ્કૂલ ના ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓ મોરબી જિલ્લાના ટોપટેનમાં સ્થાન મેળવ્યું છે તેમજ હળવદની મંગલમ સ્કૂલ ના બે અને મહર્ષિ સ્કૂલ ના એક વિદ્યાર્થીને ટોપટેનમાં સ્થાન મળ્યું છે. મોરબી જિલ્લાના ટોપટેનમાં 15 વિદ્યાર્થીઓને સ્થાન મળેલ છે.

મોરબી જીલ્લાનું ટોપ-10
મોરબી જીલ્લામાં પ્રથમ આવેલ વાંકાનેર તાલુકાના નવી કલાવડી ગામના અને જ્ઞાનગંગા સ્કૂલનો વિદ્યાર્થી રમેશ ગમારા સાથે કપ્તાન દ્રારા લાઈવ ઇન્ટરવ્યૂ આવતીકાલે રાત્રે 8:30 વાગ્યે કરવામાં આવશે.
આ લાઈવ ઇન્ટરવ્યૂ જોવા માટે કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો અથવા આવતીકાલે રાત્રે 8:35 વાગ્યે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને આ ઇન્ટરવ્યૂ જોઈ શકાશે…
www.facebook.com/kaptaannews

💐💐💐💐💐💐💐💐💐💐

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/CHRcdf3A9ymG3TS54CvHjf

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો