Placeholder canvas

રાજકોટમાંથી વધુ એક સ્પાની આડમાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું.

શહેરના કિશાનપર ચોકમાં આવેલા ત્રિવેણી સંગમ કોમ્પ્લેક્સના પહેલા માળે ડેવ હેવન નામના સ્પામાં દરોડો પાડી પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. લાંબા સમયથી મસાજના નામે ચાલતા દેહવેપારના ઓઠાના મેનેજરને ઝડપી પોલીસે આ કૂટણખાના માલિકની શોધખોલ હાથ ધરી છે. દિલ્હીની એક રૂપલલના મળી આવી આવી છે.

રાજકોટમાં સ્પાના ઓઠા તળે કુટણખાના ચાલતા હોવાની બદી દિવસેને દિવસે વધી રહી છે. ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પાના ’કોઠા’માં અગાઉ શરાબ – શબાબની મહેફિલોના અનેક કિસ્સા સામે આવી ચુક્યા છે. ત્યારે પોલિસે રહેણાંક વિસ્તારોમાંથી સ્પામાં ચાલતા સેક્સ રેકેટ પકડાયેલા, સભ્ય સમાજ માટે પડકાર રૂપ બનતી આ બદી ડામવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન 1 પ્રવિણકુમાર, ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈએ સૂચના આપી હોવાથી એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સી.જી. જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એમ. ભટ્ટ અને તેમની ટીમ કામગીરીમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, કિશાનપરા ચોકમાં ત્રિવેણી સંગમ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલા ડેન હેવન સ્પામાં કૂટણખાનુ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. અને દરોડો પાડી પાપલીલા ઉઘાડી પડી હતી.

દરોડા દરમિયાન દિલ્હીની એક રૂપલલના મળી આવી હતી. ઉપરાંત સ્થળ પર હાજર સ્પાના મેનેજર સાગર છોટાલાલ ભોજાણી (ઉં.વ.27, રહે. મીલપરા શેરી નં.5) ને ઝડપી લીધો હતો. કુટણખાનામાંથી મળી આવેલી દિલ્હીની યુવતીની પૂછપરછ કરતા પોલીસે જણાવ્યું હતું કે, આ સ્પા કમ કુટણખાનામાં ગ્રાહક પાસેથી રૂ.4000 વસૂલ કરાતા હતા.

જેમાંથી 1000 રૂપલલનાને આપી બાકીના 3000 મેનેજર રાખી લેતો હતો. આ કુટણખાનાના માલિક તરીકે કાદરી અબ્દુલકાદીર (રહે.જંગલેશ્વર, હુસેની ચોક)નું નામ ખુલતા તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી. પકડાયેલા આરોપી સાગર પાસેથી પોલીસે રૂ.4000 રોકડા અને તેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. લાંબા સમયથી આ સ્પામાં કૂટણખાનુ ચાલતું હોવાનું જાણવા મળે છે.

આજે રાત્રે 8:35 વાગ્યે 12 સાયન્સમાં મોરબી જિલ્લામાં પ્રથમ આવેલ રમેશ ગમારાનું ઇન્ટરવ્યુ જુવો કપ્તાન લાઈવમાં…

આ લાઈવ જોવા માટે કપ્તાનનું ફેસબુક પેઇજ લાઈક અને ફોલોવ કરો.. અને નીચેની લિંક પર ક્લિક કરો…

https://www.facebook.com/kaptaannews

આ સમાચારને શેર કરો