Placeholder canvas

યુવરાજ સિંહ જાડેજાના કેસમાં જાણો ક્યારે આવશે કોર્ટનો ચુકાદો

સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાલ સાબરમતી જેલના સળિયા પાછળ છે. યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે યુવરાજસિંહની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ગાંધીનગર સેસન્સ કોર્ટ આવતી કાલે ચુકાદો આપશે. 
 
યુવરાસિંહના વકીલ નીતિન ગાંધીએ દાવો કર્યો છે કે યુવરાજસિંહ સામે 207 અંતર્ગત ગુનો બનતો નથી.  કોન્સ્ટેબલ પર ગાડી ચડાવી અને ઇજા પણ થઇ નથી. આ કોઇ ઇરાદાપૂર્વક કરેલ કૃત્યુ નથી.  યુવરાજસિંહે અત્યાર સુધી કોઇ ગંભીર ગુનો નથી કર્યો 

તો સરકારી વકીલે  દલીલ કરતા જણાવ્યુ કે મંજૂરી વગર વિધાનસભા કૂચ કરી છે. પોલીસે  તેને  રોકવાનો પ્રયાસ કરતા તેમના પર ગાડી ચડાવવાની પ્રયાસ કરાયો.  ગાડી ચડાવી દેવાના પ્રયાસ માટે 307 ગુનો નોંધાયો છે.  તો યુવરાજસિંહના જામીનને લઇને વધુમાં જણાવ્યું કે  ગાંધીનગરમાં આવા આંદોલન ન થાય તે માટે જામીન ન આપવા જોઈએ. ગાંધીનગર અને અમદાવાદમાં આંદોલન કરવા પરવાનગી ન મળવી જોઈએ. 

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો