Placeholder canvas

મોરબી:પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નો માટે તા.30મીએ તાલુકા કક્ષાના ધરણા કાર્યક્રમ

નવી વર્ધીત પેન્શન યોજના બંધ કરી જુની યોજના યથાવત રાખવા સહિતની માંગ


અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી નવી વર્ધિત પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા, પ્રાથમિક શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નો ઉકેલવામાં આવે અને જૂની માંગણીઓ સંદર્ભે તાલુકા કક્ષાના ધરણા કાર્યક્રમ આગામી 30મી તારીખે યોજવાનો છે. જેના માટે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ આદ્રોજાના અધ્યક્ષ સ્થાને કારોબારીની બેઠક મળી હતી અને તાલુકા સેવાસદન ખાતે ધારણા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પે સેન્ટર પ્રતિનિધિઓની હાજર રહ્યા હતા અને મોરબી તાલુકા કક્ષાનો એક દિવસીય ધરણા કાર્યક્રમ આગામી તા. 30 નવેમ્બરને શનિવારના રોજ તાલુકા સેવાસદનની બહાર, લાલબાગ દરવાજા પાસે ,મોરબી ખાતે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ધરણા દરમ્યાન મામલતદારને પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે સહભાગી થવા આવેદનપત્ર પણ આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો