બુકાનીધારીએ મંદિરના મહંતને મારીને રૂા. 30 હજાર અને ચીજ-વસ્તુઓની કરી લુંટ.!
હળવદ પાસે મંદિરના મહંતને માર મારી સામાન અને રોકડની લૂંટ : શ્વાનોનું અનાજ પણ લઇ ગયા!
હળવદના ટિકર રોડ પર આવેલ પૌરાણિક મકાસરી હનુમાનજી મંદિર ખાતે મહંત દયાલગીરી મહારાજને માર મારીને રોકડા 30 હજારની લૂંટ કરવામાં આવી છે. પોલીસે આ બનાવની નોંધ કરીને આરોપીને પકડવા તજવીજ હાથધરી છે.
મળેલ માહિતી મુજબ હળવદના ટિકર રોડ પર પૌરાણિક શ્રી મકારી હનુમાનજી મંદિર આવેલ છે જેમાં આશરે છેલ્લા ત્રીસ વર્ષથી મહંત દયાલગીરીજી મહારાજ ભગવાનની સેવા પૂજા , અખંડ ધુણો ધખાવી અને આશરે 300 જેટલા શ્વાનોને દૂધ અને ચોખા રાંધી અને જમાડી ની:સ્વાર્થ સેવા યજ્ઞ વર્ષોથી ચલાવી રહ્યા છે. ગત મોડી રાત્રે અજાણ્યા બુકાની ધારી શખ્સોએ મહંતને લાકડી દ્વારા માર મારી અને લૂંટ ચલાવી હતી જેમાં બાપુ શ્વાનોને ખવડાવવા માટે લાવેલ ચોખાનીની બે બોરી એક તેલનો ડબો અને બાપુના જોલામાંથી રોકડા રૂપિયા 30 હજાર સહિતની વસ્તુઓ ની લૂંટ ચલાવામાં આવી હતી.
આ અંગે પોલીસને જાણ કરતા હળવદ પી.એસ.આઈ પી.જી.પનારા અને બીટ જમાદાર પ્રવીણભાઈ પટેલ જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બાપુની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.