Placeholder canvas

વાંકાનેર: ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં બોર્ડમાં બીજું સ્થાન મેળવતી મોડર્ન સ્કુલની વિદ્યાર્થીની ઝોહરાજબીન

વાંકાનેર ટોપટેનમાં પ્રથમ, દ્વિતીય અને કુલ ૧૦ માંથી ૭ વિદ્યાર્થી મોડર્ન સ્કૂલના
મોરબી જીલ્લામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પણ મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓના નામે…
(Promotional Artical)
વાંકાનેર : આજે ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું એમાં વાંકાનેરના વિદ્યાર્થીઓએ ખૂબ સારો દેખાવ કર્યો છે. જેમાં ખાસ કરીને વાંકાનેરની મોડર્ન સ્કૂલે આ વર્ષે ૧૨ સાયન્સમાં ખુબ જ સરસ પરિણામ મેળવ્યા બાદ સામાન્ય પ્રવાહમાં પણ જબરજસ્ત પરિણામ મેળવીને કોમર્સ માટેની શ્રેષ્ઠ શાળાનું બિરુદ મેળવી લીધું છે. મોડર્ન સ્કૂલની સફળતાની કલગીમાં એક સોનેરી પીછું ઉમેરાયું છે, ઇતિહાસમાં પ્રથમ વખત મોડર્ન સ્કૂલની વિદ્યાર્થિની ઝોહરાજબીન શેરસિયાએ બોર્ડમાં બીજું સ્થાન મેળવ્યું છે.
આ વર્ષે મોડર્ન સ્કૂલની મહેનત રંગ લાવી છે અને વાંકાનેરમાં ટોપ-૧૦માં કુલ ૧૦ માંથી ૭ વિદ્યાર્થીઓ મોડર્ન સ્કૂલના છે જેમાં પ્રથમ અને બીજા ક્રમ ઉપરાંત 5 સ્થાન પર મોડર્ન હાઈસ્કુલના વિદ્યાર્થીઓને સ્થાન મળે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મોડર્ન સ્કુલની વિદ્યાર્થીની ઝોહરાજબીન શેરસિયાએ મોરબી જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન મેળવેલ છે. જ્યારે ખોરજીયા ફિરદોશબાનુ નજરૂદીન વાંકાનેર કેન્દ્રમાં અને મોરબી જિલ્લામાં દ્વિતીય સ્થાન મેળવેલ છે
મોડર્ન સ્કૂલના ટોપ-૧૦ માં આવેલા સાત વિદ્યાર્થીઓ
ગુજરાત બોર્ડમાં દ્વિતીય તથા મોરબી જિલ્લા અને વાંકાનેર તાલુકામાં પ્રથમ શેરસિયા ઝોહરાજબીન ઉસ્માનગની, (ગામ :- કણકોટ)
મોરબી જિલ્લા અને વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય :- ખોરજીયા ફિરદોશબાનુ નજરૂદીન (ગામ :- અમરાપર)
વાંકાનેર કેન્દ્રમાં ચોથો :- શેરસીયા જાસીરા અબ્દુલરહીમ (ગામ :- જોધપર)
વાંકાનેર કેન્દ્ર છઠ્ઠો :- વકાલિયા રાબિયાખાતુન અબ્દુલગફાર, (ગામ :- રાજાવડલા)
વાંકાનેર કેન્દ્ર આઠમો :- બાદી નજીફા રસુલભાઈ, (ગામ :- અમરાપર)
વાંકાનેર કેન્દ્ર નવમો :- ભોરણીયા સરમીનબાનું નજમુદ્દીન, (ગામ :- રાતીદેવળી)
વાંકાનેર કેન્દ્ર દશમો :- વકાલીયા શાહિના અબ્દુલ, (ગામ :- કોઠારીયા)
વાંકાનેર ટોપ-૧૦નું લિસ્ટ
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો