Placeholder canvas

વાંકાનેર: કોઠારીયા ગામે જુગાર રમતા ૪ ઝડપાયા, એક ફરાર

વાંકાનેરના કોઠારીયા ગામે એલ.સી.બી. પોલીસની રેડમાં જુગાર રમતા ૪ ઇસમો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે એક નાશી જતા વધુ તપાસ હાથ ધરી છે

મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના કોઠારીયા ગામની સીમ જડેશ્વર થી ટોળ જતા કાચા રસ્તે જુગાર રમતા રાઘવજીભાઇ ઉર્ફે રઘુભાઇ અજાભાઇ દેસાઇ પટેલ, કાંતિલાલ બેચરભાઇ ભુત, શાંતિલાલ દેવશીભાઇ ફેફર અને દેવેન્દ્રસિંહ ઉર્ફ દેવુભા કનકસિંહ જાડેજાને રોકડ રકમ રૂ.૭૫૨૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે કમલેશભાઇ રણછોડભાઇ કોબીયા નાસી જતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો