વાંકાનેર: ભલગામમા 88 બોટલ અંગ્રેજી દારૂ પકડયો
વાંકાનેર : વાંકાનેરના ભલગામમા રૂ. 31 હજારની કિંમતના 88 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે મોરબી એલસીબીએ એક શખ્સને પકડી પાડી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમે વાંકાનેર તાલુકાના ભલગામના સિમ વિસ્તારમાં આવેલ કરાત તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં દરોડો પાડીને 88 બોટલ અંગ્રેજી દારૂ કિંમત રૂ. 31,600 સાથે ચતુર ઊર્ફે સતલો જીલાભાઈ ભાલીયાને પકડી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો બાબુભાઇ દેવશીભાઈ રહે. ગારીડા, તા.ચોટીલા વાળાએ આપ્યાનું ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…