Placeholder canvas

વાંકાનેર: સેવા સદનમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ પ્રકરણમાં નોટિસ ફટકારાઈ

વાંકાનેર : ગુજ૨ાતમાં આઝાદી બાદ દારૂબંધી છે તેમ છતાં ગુજ૨ાતમાં સૌથી વધા૨ે દારૂ પીવાય છે તેવું ૨ાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દારૂ અંગેના નિવેદન બાદ ગુજ૨ાતમાં દારૂબંધીને લઈ ખાસી ચર્ચા જાગી છે. બીજી ત૨ફ ૨ાજય પોલીસ વડા દ્વા૨ા ૨ાજયની તમામ પોલીસને દારૂની બદી અંગે કડક હાથે કામ લેવા અને આ અંગે ખાસ ડ્રાઈવ યોજવા આદેશ ક૨વામાં આવ્યો છે. આવા સમયે વાંકાનેર મામલતદાર ઓફિસમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ઉતારનાર નાયબ મામલતદાર કક્ષાના અધિકારીની કોઈ મહિલા મિત્ર હોવાની ચર્ચાઓ ચાલી રહી છે તેમજ નાયબ મામલતદાર સાથે રાશનના દુકાનદારો વીડિયોમાં જોવા મળી રહ્યા છે. વિડિયો ઉતારનાર દ્વારા મામલતદાર ઓફિસના કબાટમાં દારૂની બોટલો સ્ટોકમાં રખાતી હોવાની શંકાના આધારે કબાટ તપાસી રહ્યા છે.

જ્યારે વાયરલ વિડીયો અંગે વાંકાનેર મામલતદાર એ.બી‌. પરમારે આ વિડીયો વાયરલ થતાં મામલતદાર ઓફિસના બે નાયબ મામલતદાર કર્મચારીઓ કે જેઓ વીડિયોમાં જોવા મળી રહ્યા છે તે વી.વી. ડુંડ અને હર્ષદ પરમારને નોટિસ આપવામાં આવી છે અને તેઓના જવાબ માંગવામાં આવ્યા છે કર્મચારીઓની તપાસ બાદ રિપોર્ટ કલેકટરને કરવામાં આવશે અને જો કર્મચારીઓ દોષિત જણાશે તો તેમના પર આકરા પગલા લેવાશે.

આ સમગ્ર બનાવમાં સત્ય શું છે? અને કોણ ગુનેગાર છે? તે તો આપેલ નોટિસની ખાતાકીય કાર્યવાહી અને તપાસ બાદ જ સમગ્ર પ્રકરણ બહાર આવશે. પરંતુ હાલ વાયરલ વિડીયો ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો