skip to content

ખેરવા બસ અકસ્માત બનાવમાં ડ્રાઈવરોની મેડિકલ તપાસ કરવાની ખેરવા સરપંચની માંગ

વાંકાનેર : આજે સવારે વાંકાનેર રાજકોટ રૂટની એસટી બસ ખેરવા પાસે આવેલ ગોળાઇમાં સામેથી આવતી બીજી એસટી બસ સાથે અથડાતાં અંદાજિત ૪૦ થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજા થઇ હતી. તેમજ એસ.ટી. બસના બંને ડ્રાઈવરો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના સંદર્ભે બસ ડ્રાઈવરોની મેડિકલ તાપસ કરવા અંગે ખેરવા ગ્રામ પંચાયત દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી.

આ રજુઆતમાં ખેરવા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે જયારે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાતા હોય ત્યારે પ્રજાજનોને ડ્રાઈવરો ઉપર શંકા જાય તે સ્વાભાવિક છે. કોઈવાર ડ્રાઈવરો નશાની હાલતમાં બસ ચલાવતા હોય ત્યારે દુર્ઘટના ઘટે તો તેનો ભોગ નિર્દોષ મુસાફરો બનતા હોય છે. આવી પરિસ્થિતિ ફરી ના ઘટે તે માટે બસ ડ્રાઈવરોની મેડિકલ તપાસ કરાવવાની તેમજ તપાસમાં તથ્ય જણાય તો તેવા ડ્રાઈવરોને તાત્કાલિક ફરજમુક્ત કરવાની અપીલ કરવામાં આવી છે. આ અરજી કુવાડવા પોલીસ સ્ટેશનના અધિકારી ઉપરાંત વાંકાનેરના મામલતદાર, એસ.ટી. ડેપો મેનેજર તથા પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો