Placeholder canvas

અમરાપર રોડ ઉપર પડેલા ગાબડા બુરાણ કરવાની ભુપત ગોધાણીની રજુઆત…

રોડ બન્યા ના મહિનામાં ડામર ઉખડી જાય આ તે કેવુ કામ!

ટંકારા શહેરના પોસ વિસ્તારને જોડતા અમરાપર રોડ ઉપર પડેલા મસમોટા ગાબડા બુરાણ કરવા જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા ભુપત ગોધાણીની રજુઆત

આગામી તા. 10,11,12 ફેબ્રુઆરી ના મહોત્સવ પુર્વે ટંકારાની આથમણી બાજુ રૂડું ને રૂપાળું લાગે એવુ કામ કરનાર અધિકારીઓ જ્યા ઉતારો આપ્યો ત્યા પણ વ્યવસ્થા કરવા જણાવ્યું તાત્કાલિક કાર્યવાહી કરો નહીંતર નગરજનો જાતે કામ કરી તંત્રની પોલ છતી કરશે.

ટંકારા જીલ્લા પંચાયતના સદસ્ય અને વિપક્ષના નેતા ભુપત ગોધાણી એ માર્ગ અને મકાન વિભાગને આગામી દિવસોમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે ત્યારે અહી હજારો આર્ય સમાજના લોકો દેશ દેશાવર થી અહી આવવાના છે જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે પરંતુ શહેરનો મુખ્ય માર્ગ શ્મશાન અને ગાયત્રી નગર નજીક મસ મોટા ગાબડા અને પાણીના નિકાલ માટે હેરાન પરેશાન થઈ રહેલા નગરવાસી માટે તાકીદે કામગીરી કરવા ગોધાણી એ સુચના આપી છે.

આ સમાચારને શેર કરો