Placeholder canvas

વાંકાનેર: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે અધધ.. 611 ફોર્મ ભરાયા

હાલ ગુજરાતમાં મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ છે, ત્યારે હવે આ ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે જે કચેરીઓમાં ફોર્મ ભરાય છે ત્યાં લોકોની આજે ભારે ભીડ જોવા મળી રહી છે.

વાંકાનેર તાલુકામાં કુલ ૯૦ ગ્રામ પંચાયતો આવેલી છે, જેમાંથી 83 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ રહી છે અને સિંધાવદર ગામમાં પેટા ચૂંટણી થઈ રહી છે. આમ વાંકાનેર તાલુકામાં કુલ ૮૪ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે, ત્યારે જોવાનું એ રહે છે કે વાંકાનેર તાલુકાના 84 ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયતો સમરસ થાય છે.

ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડમાં સભ્ય તરીકે ફોર્મ ભરવાનો આજે વાંકાનેર સેવાસદન અને તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો આજે ત્રીજી ડિસેમ્બરના રોજ સરપંચના 119 પણ સભ્યોના 492 ફોર્મ ભરાયા છે એટલે કે આજે એક દિવસમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અધધ…611 ફોર્મ ભરાયા છે. સીંધાવદર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં આજે સરપંચના 2 ફોર્મ અને સભ્યમાં 10 ફોર્મ કુલ 12 ફોર્મ ભરાયાં છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ ચાર દિવસમાં સરપંચના 85, સભ્યના 296 કુલ 381 ફોર્મ ભરાયા હતા ત્યારે આજે એક જ દિવસમાં સરપંચના 119 અને સભ્યમાં 492 કુલ 611 ફોર્મ ભરાયા છે. જ્યારે સિંધાવાદરની પેટાચૂંટણીમાં આજે 12 ફોર્મ ભર્યા છે. આજના એક દિવસમાં કુલ 623 ફોર્મ ભરાયા છે. આમ આજે ખૂબ મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા છે.

જો અત્યાર સુધીમાં કુલ ભરાયેલા ફોર્મ નો વિગત જોઈએ તો અત્યાર સુધીમાં સરપંચ માં 204 ફોર્મ અને સભ્યમાં 788 ફોર્મ રહ્યા છે. કુલ 992 ફોર્મ ભરાયા છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અંદાજ છે કે આવતીકાલે પણ મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે… આ બધા ફોર્મની 6 તારીખે ચકાસણી થશે અને 7મી તારીખે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે. ત્યાર પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે….

ચૂંટણીનો ઉત્સાહ….. વિકાસ અને સેવા માટેની ઉત્સુકતાની કેટલીક તસ્વીરો…
મતદાન અવશ્ય કરો, સક્ષમ ઉમેદવારને મત આપો
(ગ્રામ્ય વિસ્તાર અને લોકોના હિતમાં પ્રસિદ્ધ)

આ સમાચારને શેર કરો