મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૫૪ કેસ, એક્ટીવ કેસનો આંક ૧૭૧૭ થયો

આજે વધુ ૩૧૮ દર્દીઓ કોરોના સામેનો જંગ જીત્યા

મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેમાં આજે મોરબી જીલ્લામાં નવા ૨૫૪ કેસો નોંધાયા છે અને નવા કેસોને પગલે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૭૧૭ થયો છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકામાં ૧૯૧ કેસ જેમાં ૭૬ ગ્રામ્ય અને ૧૧૫ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૨૨ કેસો જેમાં ૧૪ ગ્રામ્ય અને ૦૮ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૩ કેસોમાં ૧૧ ગ્રામ્ય અને ૦૨ શહેરી વિસ્તાર જયારે ટંકારા તાલુકાના ૨૧ અને માળિયા તાલુકાના ૦૭ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૨૫૪ કેસ નોંધાયા છે આજે વધુ ૩૧૮ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો અંક ૧૭૧૭ થયો છે

આ સમાચારને શેર કરો