ટંકારામાં તાવ શરદી ઉધરસના દૈનિક ૫૦૦ કેસ: હોસ્પિટલમાં કિડિયારૂની જેમ દર્દી ઉભરાઈ છે.

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારામાં તાવ શરદી ઉધરસના દૈનિક ૫૦૦ કેસ હોસ્પિટલમાં કિડિયારૂની જેમ દર્દી ઉભરાઈ છે છતાં પણ જાડી ચામડીના તંત્ર ટંકારામાં એમ ડી ડોક્ટર ની જગ્યા ભરતા નથી, એક એમબીબીએસ ડો. ને પણ ડેપ્યુટેશનમા મોકલી દીધા, ધન્વંતરિ રથ અદ્રશ્ય થઈ આટાફેરા કરે છે. સ્થાનિક નેતાઓ નપાણીયા સજા ભોગવે પ્રજા.

ટંકારા તાલુકામાં કોરોનાની ત્રિજી લહેરમાં રેકોડતોડ કેસો નોંધાયા છે સાથે તાવ ઉધરસ શરદી અને વાયરસથી દૈનિક હોસ્પિટલમાં કિડિયારૂની જેમ દર્દી ઉભરાઈ રહ્યા છે અને સૌથી મોટી વિડંબણા એ છે કે એકાદ લાખની વસ્તી ધરાવતા તાલુકાને એક એમડી ડોક્ટર પણ મળતો નથી જેના કારણે સરકારી દવાખાનું શોભાના ગાંઠીયા સમાન બની ઉભુ છે ત્યા દવા લેવા આવનાર મજબુરી સિવાય પગથયુ ચડવામા પણ સંકોચ અનુભવે છે.

આજે દેશ ગણતંત્ર બન્યાને ભલે ૭૩ વર્ષ થયા પરંતુ ટંકારાનુ આંધળું બહેરૂ અને જાડી ચામડીનું તંત્ર અને નેતાઓને પ્રજાનો અવાજ નાતો કદી સંભળાયો છે કે નાતો એનામાટે બોલાયુ છે છેલ્લા ૧૬ વર્ષ થી એક માત્ર સરકારી દવાખાને એમ ડી ડોક્ટર ની જગ્યા ખાલી છે જ્યા માત્ર મંદિરમાં રાખેલ ધંટ વગાડવા જવા જેવી સુવિધાઓ ઉભી કરી છે જેને ચલાવનાર કોઈ નથી એક એમ્બ્યુલન્સ છે પણ કાયમી ડાયવર નથી ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કોણ કરશે. એક ડોક્ટર તો ડેપ્યુટેશન મા મોકલી દીધા એક ડોકટર દેકારો અને બાપો મારી કરે અને એક ડોક્ટરે દવાખાનું ચાલે છે ત્યારે દર્દી ના દર્દને દુર કોણ કરશેનો સૌથી મોટો સવાલ ઉભો છે.

સૌથી ઓછુ વેકશીનનેશન અહીની સીએચસી ખાતે થયુ છે છતા તપાસના આદેશ છુટયા નથી અહી બિજી લહેરમાં એક પણ દર્દીને સારવાર કરવામાં ન આવી છતા કોઈ પગલા લેવાયા નથી અને સાવ ધકાલપંચા દોઢસો માફક ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલે છે ત્યારે તાત્કાલિક અસરથી એક એમડી ડોક્ટરની જગ્યા ભરવા માંગ ઉઠી છે

આ સમાચારને શેર કરો