વાંકાનેર: વાલાસણ, જુની કલાવડી, કાનપર, ભલગામ અને સરધારકા ગ્રામ પંચાયત થઈ સમરસ

વાંકાનેર: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો માં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો આજના દિવસના અંતે અમને મળેલી માહિતીમાં 5 થી 6 ગ્રામ પંચાયત સમરસ થયેલ છે.

વાંકાનેર તાલુકાના તીથવા પંથકની વાલાસણ ગ્રામ પંચાયત, જુની કલાવડી ગ્રામ પંચાયત અને કોટડા ગ્રામ પંચાયત સમરસ થયેલ છે ત્યાં સરપંચ અને દરેક વોર્ડના સભ્યો માટે એક એક જ ફોર્મ આવતા આ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.

આ ઉપરાંત મહીકા વિસ્તારમાં કાનપર ગ્રામ પંચાયત, સમઢીયાળા ગ્રામ પંચાયત અને ભલગામ ગ્રામ પંચાયત પણ સમરસ થયેલ છે. આ માહિતી અમને મળેલી પ્રાથમિક માહિતી છે આ ઉપરાંત વધુ ગ્રામ પંચાયતો પણ સમરસ થવાની શક્યતાઓ છે, આજે સાંજે અને વધુમાં સાત તારીખ સાંજે વાંકાનેર તાલુકામાં કુલ થયેલ સમરસ ગ્રામ પંચાયત નું લીસ્ટ ફાઇનલ થશે ફાઇનલ

અમોને મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વલાસણ ગામે કડીવાર બસીર ફતેમામદભાઈ સરપંચ તરીકે અને તેમની સાથે તમામ સભ્યો બિનહરીફ થઇ ગયા છે. જ્યારે જુની કલાવડી ગામમાં સરપંચ તરીકે નબીલાબેન એજાજભાઈ કડીવાર અને તેમની સાથે તમામ સભ્યો બિનહરીફ થયા છે. જ્યારે સરધારકા ગામ માં સરપંચ તરીકે મહેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા અને તેની સાથે તમામ સભ્યો પણ બિનહરીફ થયા છે

જ્યારે વાંકાનેર તાલુકાના કાનપર ગામમાં સરપંચ તરીકે બાદી અસમાબેન મહેબુબભાઇ અને તેમની સાથે વોર્ડના તમામ સભ્યો બીનહરીફ થયા છે. સમઢીયાળા ગામે સરપંચ તરીકે ઓળકિયા ગગજી જેસીંગભાઇ (ભરવાડ) સરપંચ તરીકે અને તેમની સાથે વોર્ડના તમામ સભ્યો બિનહરીફ થયા છે. જ્યારે વાંકાનેર તાલુકાના ભલગામ મા સરપંચ તરીકે ભરવાડ લખાભાઇ હીરાભાઈ અને તેની સાથે તમામ સભ્યો બિનહરીફ થયા છે અત્રે નોંધનીય બાબત એ છે કે ભલગામ ગ્રામ પંચાયત સતત પાંચમી વખત સમરસ થઇ છે.

આ તમામ માહિતી અમને જાગૃત ગામના આગેવાનોએ આપેલ છે.આથી વધુ ગ્રામ પંચાયત સમરસ થવાની શક્યતા છે. તે ઓફિસીયલી માહિતી આવ્યા બાદ કપ્તાનના વાચકોને પહોંચાડીશું….

આ સમાચારને શેર કરો