વાંકાનેર: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લા દિવસે 447 ફોર્મ ભરાયા

હાલ ગુજરાતમાં મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ છે, ત્યારે હવે આ ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે લોકોની ભીડ જોવા મળી.

વાંકાનેર તાલુકામાં કુલ ૯૦ ગ્રામ પંચાયતો આવેલી છે, જેમાંથી 83 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ રહી છે અને સિંધાવદર ગામમાં પેટા ચૂંટણી થઈ રહી છે. આમ વાંકાનેર તાલુકામાં કુલ ૮૪ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે, જ્યારે વાંકાનેર તાલુકાના 84 ગ્રામ પંચાયતોમાંથી પ્રાથમિક માહિતી મુજબ 8 ગ્રામ પંચાયતો સમરસ થઇ છે.

ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડમાં સભ્ય તરીકે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાંકાનેર સેવાસદન અને તાલુકા પંચાયત ખાતે ભીડ જોવા મળી હતી, છેલ્લા દિવસે સરપંચના 80 અને સભ્યોના 367 ફોર્મ ભરાયા છે એટલે કે આજે એક દિવસમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 447 ફોર્મ ભરાયા છે. સીંધાવદર ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં આજે સરપંચના 4 ફોર્મ અને સભ્યમાં 09 ફોર્મ કુલ 13 ફોર્મ ભરાયાં છે.

ગ્રામ પંચાયતમાં અત્યાર સુધીમાં કુલ ભરાયેલા ફોર્મની વિગત જોઈએ તો અત્યાર સુધીમાં સરપંચમાં 284 ફોર્મ અને સભ્યમાં 1155 ફોર્મ ભરાયા છે. કુલ 1439 ફોર્મ ભરાયા છે. આ બધા ફોર્મની 6 તારીખે ચકાસણી થશે અને 7મી તારીખે ફોર્મ પાછા ખેંચવાનો દિવસ છે. ત્યાર પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે….

વાંકાનેર તાલુકા માં કુલ ૮ ગ્રામ પંચાયતો સમર્થ થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ગ્રામ પંચાયતોમાં વાલાસણ, કોટડા, પ્રતાપગઢ, જુની કલાવડી, ભલગામ, સમઢીયાળા, કાનપર અને સરધારકામાં સરપંચ અને ગ્રામ પંચાયતના તમામ સભ્યોના એક એક ફોર્મ આવતા સરપંચ સહિત આખી બોડી બીનહરિફ થતા સમરસ ગામ જાહેર થયેલ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો