માલધારી ફફડયા: રાજકોટમાં એક જ દિવસમાં લમ્પી વાયરસના નવા 50 કેસ
રાજકોટ : પશુઓમાં હાલ લમ્પી વાઇરસનો ચેપ ફેલાતા રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં વેક્સિનેશન સહિતની કામગીરી અસરકારક રીતે શરુ કરાવી દીધેલી છે. રાજકોટ જિલ્લા પશુપાલન નાયબ નિયામક ખાનપરાના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં લમ્પી સ્કીન રોગના 126 કેસ નોંધાયા છે. ખાસ કરીને જે વિસ્તારમાં આ કેસ જોવા મળે છે તે પંથકમાં આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન ઝડપી બનાવ્યું.
હાલ રાજકોટ જિલ્લામાં પડધરી, લોધીકા, જસદણ, ગોંડલ તેમજ રાજકોટ તાલુકા વિસ્તારમાં કેસ વધુ જોવા મળતા આ વિસ્તારોમાં 49 ટીમો દ્વારા 24,800 જેટલા વેક્સીનના ડોઝ છેલ્લા દસ દિવસમાં અપાઈ ચુક્યાનું પણ ડો. ખાનપરાએ જણાવ્યું છે.
આ ઉપરાંત 1962 મોબાઈલ પશુ દવાખાનાને પણ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓની સારવારમાં જોડી દેવામાં આવેલી છે. આ ઉપરાંત સહકારી સંસ્થાઓ, ડેરીઓ પણ પશુઓને વેક્સિનેશન કાર્યક્રમમાં જોડાયેલા હોવાનું પશુપાલન અધિકારીએ જણાવ્યું છે.
સરકાર દ્રારા આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અન્ય જિલ્લામાંથી વેટરનરી ડોકટરોની વધારાની ટીમ પહોચાડીને સત્વરે રસીકરણ અને રોગ રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા પણ તાકીદ કરી છે.