સૌરાષ્ટ્ર

લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર રીક્ષા પલ્ટી જતા ચારને ઇજા…

લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર રિક્ષાના ચાલકે રિક્ષાના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઈજા થઇ છે. વ્યક્તિઓને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર અકસ્માતોની હારમણા સર્જાય રહી છે. વહનચાલકો બેફામ રીતે પોતાનું વાહન ચલાવી અને અકસ્માતો સર્જી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અમદાવાદ બાજુથી રીક્ષા લઇ લીમડી બાજુ આવી રહ્યો હતો.

ત્યારે જાખણ ગામના પાટીયા પાસે રિક્ષાના ચાલકે અચાનક જ રીક્ષા ઉપરનો કાબૂ ગુમાવતા અને રીક્ષા વધુ સ્પીડમાં હોવાના કારણે અને સ્ટેરીંગ ને કાબુમાં ન રાખી શકતા રીક્ષા હાઇવે ઉપર પલટી મારી ગયેલ હતી. રિક્ષા ડ્રાઈવર સહિત ચાર મુસાફરોને ઈજાઓ પહોંચવા હતી. જેમાંના બે મુસાફરોને વધુ ઇજા થવાના કારણે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના જાણ થતાં લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો