Placeholder canvas

રાજકોટના 40 જાણિતા ફિઝીશ્યનો સરકારી હોસ્પિટલમાં સેવા આપવા તૈયાર…

રાજકોટ શહેર-જિલ્લા ઉપરાંત રાજ્યભરમાં કોરોના વાઈરસના સતત વધતા જતા કેસોમાં સરકારી હોસ્પિટલ તેમજ રાજ્ય સરકારે માન્ય કરેલ અમુક હોસ્પિટલોમાં કોરોના પોઝીટીવના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. કોરોના વાઈરસના વધતા જતા કેસો સામે રાજ્ય સરકાર હવે ચિંતીત થઇ છે અને ખાનગી ફીઝીશ્યનોની સેવા લેવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જે સંદર્ભે આજે રાજકોટ શહેરના જાણીતા ફીઝીશ્યનો અને ઇન્ડીયન મેડીકલ એસો.ના હોદેદારો સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ વીડિયો કોન્ફરન્સ કરી હતી. રાજકોટ શહેર-જિલ્લામાં કોરોના વાઇરસ સામે હાલમાં સિવિલ તેમજ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પોઝીટીવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. રાજકોટમાં હવે મોટા પાયે રેપીડ ટેસ્ટ શરુ થવાનો છે. લાખો લોકોનો રેપીડ ટેસ્ટ રાજ્ય સરકાર કરવા જઇ રહી છે ત્યારે કોરોના પોઝીટીવના ઢગલાબંધ કેસો સામે આવે તેવી શંકા રાજ્ય સરકાર રાખે છે. આવા દર્દીઓને સારવાર આપવા માટે સિવિલ હોસ્પિટલમાં તબીબો તેમજ પેરામેડીકલ સ્ટાફ ખૂટી પડે તેવી આશંકાથી રાજ્ય સરકારે હવે ખાનગી ટોપમોસ્ટ ફીઝીશ્યનોની સેવા લેવાનું નક્કી કર્યું છે.

રાજકોટ શહેરનાં 40 જેટલા ટોપમોસ્ટ ફીઝીશ્યનો તેમજ ઇન્ડીયન મેડીકલ એસો.ના હોદેદારો જેવા કે ડો. લાલસેતા, ડો. અમીત હપાણી, ડો. અતુલ પંડયા, ડો. હિરેન કોઠારી સહિતનાં તબીબો સાથે જિલ્લા કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ વીડિયો કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં રાજકોટ આઈએમએના હોદેદારોએ મુખ્યમંત્રીને એવું જણાવ્યું હતું કે હાલમાં શહેરનાં 40 જેટલા ટોપમોસ્ટ ફીઝીશ્યનો જરુરત પડયે સરકારી હોસ્પિટલમાં પોતાની સેવા આપવા તૈયાર છે. રાજ્ય સરકાર આદેશ કરે કે તરત જ પોતાની ફરજમાં જોડાઈ જશે. ઉપરાંત જરુરત પડે નજીકના શહેરોમાં પણ સેવા આપવા માટે ફીઝીશ્યનો જવા તૈયાર છે અને કોરોના વાાઈરસ સામેની લડાઈ લડવા રાજકોટના તમામ ફીઝીશ્યનો સરકારની સાથે છે તેવું રાજકોટના ટોપમોસ્ટ ફીઝીશ્યન પ્રગતિ હોસ્પિટલના ડો. અમીત હપાણીએ જણાવાયું હતું.

કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો