સારા સમાચાર:ગુડ ન્યુઝ : મોરબીના તમામ શંકાસ્પદ લોકોના કોરોના રિપોર્ટ આવ્યા નેગેટિવ.
મોરબી : મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગઈ કાલે બુધવારે એક સાથે સાત કોરોનાના લક્ષણો ધરાવતા કેસો નોંધાયા હતા. જેમાં પોઝિટિવ કેસ નોંધાયો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાંથી 3 લોકો અને અન્ય વિસ્તારના 4 લોકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રની સાથે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
મોરબીમાં બુધવારે કુલ કોરોનાના શંકાસ્પદ લક્ષણો વાળા સાત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ જામનગર લેબમાં મોકલાયા હતા. જેમાં ઉમા ટાઉનશીપમાં રહેતા 4 વર્ષના બાળક, 90 વર્ષના મહિલા વૃદ્ધ અને 25 વર્ષના યુવાન તેમજ જાંબુડિયા પાસે રહેતા પરિવારના 4 વર્ષના બાળક અને ઘુનડા રોડ પર રહેતા 76 વર્ષના વૃદ્ધ અને મોરબીના પંચાસર રોડ પર રહેતા 27 વર્ષ અને સામાકાંઠે રહેતા 30 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.
ત્યારે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે મોરબીના બે બાળકો, બે વૃધ્ધો અને 3 યુવાનો સહિત તમામ સાત લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા આવનારા દિવસોમાં લોકોને વધુ સચેત રહેવા અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી ઘરમાં જ રહેવા જણાવ્યું છે.
કપ્તાનની મોબાઈલ એપ્સ ડાઉનલોડ કરો… એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…..
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews