Placeholder canvas

વાંકાનેર: તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા 4 શકુનિઓ ઝડપાયા

By શાહરુખ ચૌહાણ
વાંકાનેર તાલુકાના તીથવા ગામે આવેલી લાલશાનગરમાં આવેલ દરગાહના ઢાળીયા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ 14.500 મુદ્દામાલ સાથે ઝડપાયા.

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે તીથવા ગામે ઢાળ પાસે રેડ કરતાં ત્યાંથી(૧) મનોજ ઉર્ફે મુન્ના લખમણભાઇ સીતાપરા રહે તીથવા(૨) રામાભાઇ સામતભાઈ ફાંગલીયા રહે તીથવા(૩) મુકેશ ગેલાભાઇ ફાંગલીયા રહે તીથવા(૪) રહીમશા ફરીદશા શાહમદાર રહે તીથવા ને 14500 રોકડા રૂપિયા સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો