વાંકાનેર: રૂગનાથજી શેરીમાં એક જ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ
વાંકાનેર કોરોના પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો ડબલ ફિગરમાં, કુલ ૧૧ માંથી 2 સાજા થઇ ઘરે આવી ગયા અને 9 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ… મોરબી જિલ્લામાં કુલ 24 કેસ થયા
વાંકાનેર રૂગનાથજી શેરીમાં રહેતા પરિવારના મોભીને પાંચેક દિવસ પૂર્વે શરદી અને તાવ આવ્યા બાદ આખા પરિવારને શરદી અને તાવ આવતા ગઈકાલે લેવાયા હતા સેમ્પલ જેમાં પરિવારના તમામ ચારે ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે.
વાંકાનેર : વાંકાનેરમાં આજે કોરોનાનો બ્લાસ્ટ થયો છે અને એક જ પરિવારના વધુ નવા ચાર કેસ સામે આવ્યા છે. આ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર હરકતમાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
વાંકાનેરમાં કોરોનાના કેસો સામે આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજ રોજ શહેરની રૂગનાથજી શેરીમાં દિગંબર જૈન દેરાસરની સામે રહેતા પરમાર પરિવારના તમામ ચારે ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં દેવેન્દ્રભાઈ મગનભાઇ પરમાર ઉ.વ.40, તેમની પત્ની, આશાબેન દેવેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 35, પુત્રીઓ અપેક્ષા દેવેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 14 અને માહી દેવેન્દ્રભાઈ પરમાર ઉ.વ. 7 ને કોરોના હોવાનું સામે આવતા આઇસોલેટ કરવામાં આવ્યા છે.
પરિવારના મોભી એવા દેવેન્દ્રભાઈ લુહાર શેરીની સામે એન.કુમાર ટ્રેઇલર નામની દુકાન ચલાવે છે. તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અંદાજે પાંચેક દિવસ પહેલા તાવ અને શરદી સહિતના લક્ષણો જણાતા તેઓએ હોસ્પિટલમાંથી દવા પણ લીધી હતી. બાદમાં આખા પરિવારને તાવ અને શરદી થતા હોસ્પિટલ જતા ત્યાં તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બાદમાં આજે રિપોર્ટ પોઝિટિવ જાહેર થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.
હાલ આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોન અને બફર નક્કી કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે આ પરિવાર કોના કોના સંપર્કમાં આવ્યો તે અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજના 4 કેસ મળીને મોરબી જિલ્લામાં કુલ 24 કેસ થયા છે.
જ્યારે વાંકાનેર તાલુકો ડબલ ફિકરમાં પહોંચી ગયો છે. કુલ ૧૧ કેસોમાં 9 કેસ સિટીના છે અને 2 કેસ ગ્રામ્ય વિસ્તારના છે જેમાંથી 2 કેસ સાજા થઈને ઘરે આવી ગયા છે, જયારે 9 કેશો સુધી સુધી હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમરનાથ સોસાયટીમાં એક જ પરિવારના બે સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે આજે એક જ પરિવારના ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઘરમાં રહો, સલામત રહો.
કોરોનાથી ડરો નહીં, પણ સાવચેત રહો.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…