રાજકોટમાં 24 કલાકમાં 4ના મોત, જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 15 હજારને પાર.

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજાર 199 પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 693 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે 79 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.

રાજકોટ સહિત જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 15 હજારને પાર
રાજકોટ શહેરમાં રવિવારે 91 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાતા કુલ આંક 10199 થયો છે. જેમાંથી 693 સારવાર હેઠળ છે. રાજકોટ શહેરના 79 દર્દીને રવિવારે રજા આપવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1475 કોરોના પરીક્ષણ કરવામાં આવતા 54 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. જેના પગલે રાજકોટ જિલ્લામાં કુલ કેસ 4893 થયા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 15092 પર પહોંચી ગઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં 323 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે કોરોના સારવારમાં રહેલા 5 દર્દીનાં મોત થયા છે. રાજકોટમાં 85 અને ગ્રામ્યમાં 169 વિસ્તાર કન્ટેનમેઈન ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.

