Placeholder canvas

રાજકોટ જિલ્લા બેંકે 46.51 કરોડનો નફો કર્યો: બેંકની સામાન્ય સભામાં ચેરમેને ખેડૂતલક્ષી 6 યોજના લોન્ચ કરી.

રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની આજે સાધારણ સભા મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ અને મોરબી જિલ્લાના 8 સ્થળોએ વર્ચ્યુઅલ સાધારણ સભા મળી હતી. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ ખેડૂતલક્ષી 6 યોજના લોન્ચ કરી હતી. બેંકે 46.51 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.

બેંકનો CRAR 9.60 ટકા થયો
રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકે એક વર્ષમાં 152 કરોડનો ગ્રોસ નફો અને 46.51 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. 31 માર્ચની સ્થિતિએ બેંકની થાપણ 5398 કરોડ, શેર ભંડોળ 66 કરોડ, રિઝર્વ ફંડ 518 કરોડ, ધિરાણ 3933 કરોડ અને રોકાણ 2951 કરોડ પર પહોંચ્યું છે. વર્ષોથી બેંકનું NPA 0 ટકા અને વસુલાત 99 ટકા કરતા ઉપર રહ્યું છે. બેંકનો CRAR 9.60 ટકા થયો છે.

બેંક દ્વારા ખેડૂતલક્ષી 6 યોજના લોન્ચ કરી

  1. રેગ્યુલર કે.સી.સી. ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના
  2. ખેત ઓજાર જાળવણી યોજનામાં 2 લાખમાં વધારો કરી 3 લાખ કરાઈ
  3. મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને 1 ટકા વ્યાજ રાહતની જાહેરાત, જિલ્લામાં ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત 12 કરોડ
  4. ખેતીવિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂ. 1 લાખની નવી રોકડ શાખા યોજના અમલમાં મૂકી
  5. રાજકોટ અને મોરબી જિલ્લાની ખેતીવિષયક મંડળીઓને આર્થિક મજબૂત કરવા 2500 કરોડના કે.સી.સી ધીરણમાં માર્જિન 1 ટકાથી વધારી 1.25 ટકા કરવાની જાહેરાત, અંદાજીત 12.50 કરોડનો મંડળીઓને લાભ
  6. વિઠ્ઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજના જાહેર કરાઈ, સભાસદોને કિડની, કેન્સર, પથરી, પેરાલીસીસ, પ્રોસ્ટેજ, હાર્ટ એટેક તથા બ્રેઇન હેમરેજની સારવાર માટે 12 હજાર મેડિકલ સહાય અપાશે
આ સમાચારને શેર કરો