Placeholder canvas

વાંકાનેર બસ ડેપોમાં 35 ડ્રાઈવર-કંડકટરો થયા સંક્રમીત

કેટલાક બસ સર્વિસોના રૂટ બંધ કરાયા

વાંકાનેર: પંથકમાં કોરોનાએ બેફામ બનીને ફેલાય રહ્યો છે. સરકારી કોવિડ હોસ્પીટલ હાઉસફુલ છે. લોકોને સારવાર માટે રાજકોટ, મોરબી, જામનગર વિગેરે શહેરોમાં દર્દીઓ જગ્યા શોધી રહ્યા છે. સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કોવિડ સેન્ટરો શરૂ કરાયા છે.

કોરોનાની બીજી લહેર ઘણી ઘાતકી સાબીત થઈ રહી છે. ઘણા લોકો કોરોના અને અન્ય બીમારીમાં સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાય રહ્યા છે. વાંકાનેર એસ.ટી. બસના લાંબા અંતર અને રાજકોટ-મોરબીના ઘણા રૂટ બંધ કરવામાં આવ્યા છે.

આ કોરોના મહામારીમાં વાંકાનેર એસ.ટી. ડેપોના 35 જેટલા ડ્રાઈવર-કંડકટરના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ રજા ઉપર હોય આ ઉપરાંત અન્ય તકલીફના કારણે પણ કર્મચારીઓ રજા ઉપર જેથી વાંકાનેર-અમદાવાદ, વાંકાનેર-જામનગર, વાંકાનેર-રાજકોટ-મોરબીનાં ઘણા રૂટ બંધ કરવાની ફરજ પડી છે.
દરરોજ એક-બે કર્મચારી કોરોનાની ઝપટમાં આવી જાય છે અને દીનપ્રતિદિન વધતા કેઈસથી એસ.ટી. ડેપોના કર્મચારીમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો