અંબાજી ચાલીને જતા યાત્રિકોને કારે અડફેટે લેતા 3નાં મોત


મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ યાત્રીકો દેવગઢબારીયા તાલુકાનાં ભુતપગલાનાં તેમજ સીંગવડ તાલુકાનાં ચુંદડીનાં પરબિયાનાં છે.

પંચમહાલનાં લુણાવાડા હાઇવે ઉપર વાટા વછોડા પાસે ચાલીને જતા યાત્રિકોને કારે અડફેટે લેતા 3નાં મોત નીપજ્યાં છે. આ લોકો પગપાળા અંબાજી જઇ રહ્યાં હતાં. હાલ પોલીસે કાર કબજે કરી છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે આ યાત્રીકો દેવગઢબારીયા તાલુકાનાં ભુતપગલાનાં તેમજ સીંગવડ તાલુકાનાં ચુંદડીનાં પરબિયાનાં છે. આ અકસ્માતની જાણ થતાંની સાથે બે એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.આ મૃતકોનાં પરિવારજનોને બોલાવી લેવામાં આવ્યાં છે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો