ટેસ્ટ મેચોમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો વિરાટ કોહલી
અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝને 257 રને હરાવીને ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધી
રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની આગેવાનીમાં બોલિંગના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ભારતે સોમવારે અહીં બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના ચોથા દિવસે ચાના બ્રેક પહેલા વેસ્ટ ઈન્ડિઝને 257 રને હરાવીને સીરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધી. સીરીઝમાં ક્લીન સ્વીપ કરવાની સાથે વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. તેની આગેવાનીમાં આ ભારતની ટેસ્ટ મેચોમાં 28મી જીત છે.
કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો જેની આગેવાનીમાં ભારતે 27 ટેસ્ટ મેચ જીતી છે. ભારત તેની સાથે જ એક સમયે વિશ્વ ક્રિકેટમાં શીખર પર રહેલી વિન્ડીઝની વિરુદ્ધ સતત આઠમી ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી. ભારતના 468 રનના ટાર્ગેટનો પીછો કરતાં વિન્ડીઝની ટીમ રવિન્દ્ર જાડેજા (58 રન પર 3 વિકેટ), મોહમ્મદ શમી (65 રન પર 3 વિકેટ), ઈશાંત શર્મા (37 રન પર 2 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (31 રન પર 1 વિકેટ)ની ધારદાર બોલિંગની સામે 59.5 ઓવરમાં 210 રને સમેટાઈ ગઈ.
આ જીતથી ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં 60 પોઇન્ટ મળ્યા અને ટીમે બે મેચોમાં 120 પોઇન્ટની સાથે શીખર પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા બે-બે મેચોમાં સરખા 60-60 પોઇન્ટ સાથે ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.
🏏🏏🏏🏏🏏🏏🏏🏏
કપ્તાનની ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે નીચેની લીંક ક્લીક કરો…..
https://t.me/kaptaannews
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/LlM6agxsWIZLQXliyGBEDZ
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…