વાંકાનેર: હસનપરમાં તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત
વાંકાનેર : હસનપર નજીક આવેલા તળાવમાં ડૂબી જતાં આજે એક યુવકનું મોત નીપજ્યું હોવાનો ઘટના સામે આવી છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મલ્ટિ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામ પાસે આવેલા તળાવ જેવા પાણીના મોટા ખાડામાં આજે બપોરના અરસામાં જિતેન્દ્રભાઈ બટુકભાઈ સેતાણીયા ઉ.વ. 36 રહે. ધમલપર-2 વાળા ન્હાવા માટે ઉતર્યા હતા. આ વેળાએ તેઓ ડૂબી ગયા હતા. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા મોરબી ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી જિતેન્દ્રભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે કાર્યવાહિ કરીને વધુ તપાસ કરી રહી છે.