આજે મોરબીમાં 19 અને વાંકાનેરમાં 2 કેસ નોંધાયા
મોરબી જિલ્લામાં આજે 21 કેસ નોંધાયા, 2 દર્દીના મોત, 24 થયા સાજા…
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ગતિ ટોપ ગેયરમાં પક્કડી છે. મોરબી જિલ્લામાં આજે કોરોનાના 21 નવા કેસ નોંધાયા હતા. આ સાથે મોરબી જિલ્લા કોરોનાના કુલ કેસ 492 થયા છે. જ્યારે આજે કોરોનાથી બે દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. મોરબી જિલ્લાના 21 કેસમાંથી 19 કેસ તો એકલા મોરબી તાલુકાના જ છે અને બન્ને મૃતકો પણ મોરબીના છે. આ સાથે મોરબી જિલ્લાનો કુલ મૃત્યુઆંક 36 થયો છે.